પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
ANH-8
ફરજીયાત
ઘટક
(૧) પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત
થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ
વર્ષ સુધી મળવાપાત્ર થશે.
(૨) લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦%
અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય
રૂપે મળવાપાત્ર થશે.
(૩) પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ
વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/-
મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
વૈકલ્પિક / મરજીયાત ઘટક
(૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!.
૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ
રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે
મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે.
રિઝર્વ બેન્ક
માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૧-૨૨ માં મેળવેલ ધિરાણ પર જ
વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે
રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી
મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
છેલ્લી તારીખ:-૩૧/૧૦/૨૦૨૧