બાગાયત

ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)

 વનબંધુ કલ્યાણ યોજના-૨

યુનિટ કોસ્ટ-  આંબા : ૩૨,૦૦૦/હે., ચીંકુ : ૨૨,૦૦૦/હે., દાડમ : ૨૦,૦૦૦/હે., જામફળ: ૧૬,૬૫૦/હે.,આમળા: ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો: ૫૫૬૦/હે., બોર: ૨૭૮૦/હે.નાળીયેરી:રૂ ૧૩૦૦૦/હે., ખાટી આમલી ૧૬૫૦/હે., સિતાફળ ૧૫૪૦૦/હે.,કરમદા ૧૫૪૦૦/હેમ., જાંબુ ૬૦૨૦/હે., રાયણ ૩૮૫૦/હે., કોઠા ૨૨૦૦/હે., ફાલસા ૨૪૪૪૦/હે., શેતુર ૧૦૭૧૦/હે., બિલા ૯૧૮૦/હે તથા અન્ય ફળપાક: ૧૫૦૦૦/હે.  સહાય:- પાક વાર નિયત કરવામાં આવેલ બહુવર્ષાયુ ફળપાકની કલમ/ટીસ્યુકલ્ચર (રોપા) / બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦% મુજબ સહાય. જે રોપાની કિંમત રૂ.૨૫૦/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે. ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામા સહાય.

જરૂરિયાત:-

ફળ પાક માટે :કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાના રહેશે.ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.સદર યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને અન્ય કોઇ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહી.

ડોક્યુમેંટ:-  

૧) આધાર કાર્ડ

૨) બેન્ક પાસબૂક

૩) કૂપન

૪) ૭/૧૨ ૮ અ

છેલ્લી તારીખ:- ૩૦/૦૯/૨૦૨૧

 વધુ વિગત માટે નજીકની બાગાયત ઓફિસમાં તપાસ કરો  

 

 

 

પ્લગ નર્સરી (વનબંધુ)
 
 
 યુનિટ કોસ્ટ રૂ. ૩.૦૦ લાખ/એકમ.(૫૦૦ ચો.મી વિસ્તાર માટે) ખર્ચના ૯૦% કે રૂ ૨.૭૦ લાખ ની સહાય બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
 
 
નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો.મી તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી વિસ્તારમાં બનાવવાની રહેશે  નેટ હાઉસ એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે  લાભાર્થીને નેટહાઉસ (૫૦૦ ચોરસ મીટર), પ્લાસ્ટિક ટ્રે(પ્લગ ટ્રે), પ્લગ ટ્રે ગ્રોઈંગ મીડિયા અને હાઈબ્રિડ શાકભાજી/ફૂલપાક ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે  પ્રોરેટા બેઝ મુજબ સહાય મળવાપાત્ર રહેશે.  ખાતાદીઠ એક જ વાર
 
ડૉક્યુમેન્ટ:- 
૧) આધાર કાર્ડ
૨) રેશન કાર્ડ
૩) બેન્ક પાસબુક 
૪) ૭/૧૨,  ૮અ 
 

છેલ્લી તારીખ:- ૩૦/૦૯/૨૦૨૧

 વધુ વિગત માટે નજીકની બાગાયત ઓફિસમાં તપાસ કરો 

 
 
 

પશુ સંચાલીત વાવણીયો

 

નાના/ સિંમાંત/ મહિલા ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.

ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે

 છેલ્લી તારીખ:-૦૨/૧૦/૨૦૨૧


 

 

 

 

Post a Comment

Previous Post Next Post

No title

પશુપાલન